એકદળી બીજની રચના સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ સામાન્ય રીતે, એ કદળીઓનાં બીજ ભૂણપોષી છે. પરંતુ ઑર્કિડ જેવા કેટલાંકમાં અભૃણપોષી છે.

$\Rightarrow$ મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળાં (ત્વચીય) છે અને સામાન્યતઃ ફળની દીવાલ સાથે જોડાયેલા છે.

$\Rightarrow$ ભૂણપોષ જથ્થામય છે અને ખોરાકસંગ્રહ કરે છે.

$\Rightarrow$ સૌથી બહારની બાજુ સંયુક્ત કવચ કે તુય (Hull) આવેલું છે. તે ફલાવરણ અને બીજાવરણના જોડાવાથી બનેલું કઠણ આવરણ છે.

$\Rightarrow$ તુષની અંદરની બાજુએ સમિતાયા સ્તર (Aleurone layer) આવેલું છે. તે મોટા ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું છે તેના કોષોમાં પ્રોટીનના કણ ખોરાક સંગ્રહ સ્વરૂપે આવેલાં છે. તે ભૂણપોષ આવૃત કરે છે.

$\Rightarrow$ ભૂણ નાનો અને ભૃણપોષના એક છેડા પર સ્થિત હોય છે. તે એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. જે વરુથિકા (Scutellum) તરીકે ઓળખાય છે અને ટૂંકી ધરી સાથે ભૂણાગ્ર તથા ભૂણમૂળ ધરાવે છે,

$\Rightarrow$ ભૂણાઝ (Plumule) અને ભૃણમૂળ (Radicle) આવરણોથી ઢંકાયેલ છે. જેમને અનુક્રમે ભૂણાવ્રચોલ (Coleoptile) અને ભૃણમૂળચોલ (Coleorhiza) કહે છે

Similar Questions

નીચેના પૈકી કઈ વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી ?

બીજાવરણ $+$ ફલાવરણ $=.......$

દ્વિદળી બીજની રચના સમજાવો.

આપેલી આકૃતિમાંના બીજના ભાગોને ઓળખો, જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે કયા ભાગમાથી મૂળનું નિર્માણ થાય છે.

  • [NEET 2024]

નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.

  • [AIPMT 2012]